Diabetes

0
4764
Diabetes In Pregnancy

મહિલાઓને સશક્ત કરવાથી ડાયાબિટીસ સામે લડી શકાય

ભારત 7 કરોડ (8.7 ટકા પુખ્ત જનસંખ્યા) ડાયાબિટીસના દર્દીઓનું ઘર છે જેનાથી તે ચીન પછી વિશ્વભરમાં બીજા ક્રમે સૌથી વધુ ડાયાબીટીસના દર્દીઓ ધરાવતો દેશ બન્યો છે. એક અંદાજ પ્રમાણે 15થી 20 ટકા શહેરી અને 6થી 8 ટકા ગ્રામીણ ભારત ડાયાબિટીસથી પીડાય છે. ડાયાબીટીસનું 50 ટકા જનસંખ્યામાં નિદાન થતું નથી. આના કારણે ગંભીર આરોગ્ય સમસ્યાઓ થતી રહે છે કેમકે વહેલું નિદાન સારવાર જો થાય તો લાંબા ગાળાની ડાયાબિટીસની અસરોને દૂર કરી શકાય પરંતુ નિદાન અને સારવાર થવામાં વિલંબ થાય તો આ જોખમ ઘણું વધી જાય છે.
ડાયાબિટીસ હવે યુવાન વયના લોકો પર પણ ત્રાટકે છે અને આમ અસંખ્ય સંતાન પ્રાપ્ત કરી શકનારી મહિલાઓને ડાયાબિટીક પ્રેગનન્સીનું જોખમ રહે છે. નિરંકુશ ડાયાબિટીસના પરિણામો પ્રેગનન્સી દરમિયાન જોવા મળે છે, જેમાં જન્મજાત ખોડ, ગર્ભપાત, શિશુનું મોટું કદ, માતાને હાયપર ટેન્શન વગેરે સામેલ હોય છે.
તેમાં ડાયાબિટીક માતાના હિસ્સામાં મોટું કમિટમેન્ટ રહેલું છે કેમકે તે પોષણના સંતુલન, ઈન્સ્યુલિન ઈન્જેક્શન્સ અને બ્લડ ગ્લુકોઝ મોનિટરીંગ અને બ્લડ ગ્લુકોઝ મોનિટરીંગ દિવસમાં અનેકવાર કરવા જેવા પડકારોનો સામનો કરવો પડે છે.
ડાયાબિટીસ સારી રીતે અંકુશિત થાય તો આ કોમ્પ્લિકેશન્સ ઘટી શકે છે અથવા તેનાથી દૂર રહી શકાય છે.
29 વર્ષીય શ્રીમતી ચાંદની (નામ બદલેલું છે) કે જેઓ ઈન્સ્યુલિન પર રહીને ટાઈપ 1 ડાયાબિટીકનો સામનો છેલ્લા 6 વર્ષથી કરી રહ્યા છે તેઓ અમારા ક્લિનીક પર આવ્યા હતા જેમને નબળા ગ્લુકોઝ કંટ્રોલ સાથે અણધારી પ્રેગનન્સી હતી. પ્રેગનન્સી રહેતા અને સાથે નિરંકુશ ડાયાબિટીસ હોવાથી તેઓ ગર્ભપાત કરાવવા માગતા હતા. અમારી ખાતરી પછી તેમણે પ્રેગનન્સી રાખવાનું નક્કી કર્યુ અને તેમની ઝીણવટથી કાળજી લેવામાં આવી તથા ઈન્સ્યુલિન પમ્પ થેરાપી શરૂ કરવામાં આવી અને સમગ્ર ગર્ભાવસ્થા દરમિયાન બ્લડ ગ્લુકોઝને સારી રીતે અંકુશમાં રાખવામાં આવ્યું. તેઓ ઝીણવટભર્યા ઓબ્ઝર્વેશન અને સારવાર સાથે એક સામાન્ય બાળકને જન્મ આપવા સક્ષમ બની શક્યા હતા.

શું કરવું જોઈએ

  • તમામ મહિલાઓ કે જેમને ડાયાબિટીસ છે તેમણે પ્રી-કન્સેપ્શન પ્લાનિંગ સેવાઓ પૂરી પાડો કે જેથી ગર્ભાવસ્થા દરમિયાન જોખમ ઘટે.
  • તમામ મહિલાઓ અને યુવતીઓએ તેમના આરોગ્યલક્ષી પરિણામોમાં સુધારો કરવા માટે ફિઝિકલ એક્ટિવિટી વધારવી જોઈએ.
  • મહિલાઓ અને યુવતીઓને સરળ અને સમાન એવી માહિતી અને સ્ત્રોતો મળે એ માટે સક્ષમ બનાવવામાં આવે. તેમના પરિવારોમાં સંભવ બનવું જોઈએ અને તેઓ પોતાના આરોગ્ય માટે ઉત્તમ સુરક્ષા ઉપાયો અજમાવે એ આવશ્યક છે.
  • કિશોરીઓમાં ફિઝિકલ કસરત માટેની તકો વધારો અને ખાસ એ વિકાસશીલ દેશોમાં જરૂરી છે અને ડાયાબિટીસને રોકવાને પ્રાથમિકતા આપવી જોઈએ.

મહત્ત્વના સંદેશ

  • ડાયાબિટીસ જેવો મહારોગ ઝડપથી અનેક દેશોમાં વધી રહ્યો છે અને લો અને મિડલ ઈનકમ દેશોમાં તે સૌથી વધુ નાટ્યાત્મક રીતે વધારો સૂચવે છે.
  • ડાયાબિટીસને સરળ પગલાંથી રોકી શકાય તેમ છે. સરળ જીવનશૈલીથી ટાઈપ 2 ડાયાબિટીસને અસકકારક રીતે રોકી શકાય છે અને ઠેલી શકાય છે. શરીરનું વજન સામાન્ય રાખવું, નિયમિત શારીરિક પ્રવૃતિઓ કરવી અને આરોગ્યપ્રદ આહાર લેવાથી ડાયાબિટીસનું જોખમ ઘટાડી શકાય છે.
  • ડાયાબિટીસની સારવાર શક્ય છે. ડાયાબિટીસના કોમ્પ્લિકેશન્સને અંકુશિત કરી શકાય છે અને મેનેજ કરી શકાય છે. નિદાન, સેલ્ફ મેનેજમેન્ટ એજ્યુકેશન અને કિફાયત સારવાર એ રિસ્પોન્સના મહત્ત્વના પાસા છે.