Golden Liquid

0
2120
Breastfeeding Care Instructions

માતાનું દૂધ : લિક્વિડ ગોલ્ડ

માતાનું દૂધ આપવું તે સફળ માતૃત્વની નિશાની છે. અને દરેક બાળકને હક બને છે। વધતી જતી પશ્ચાતયની અસર સાથે આંપણે આપણી આ સંસ્કૃતિ પરંપરા વિષે વાકેફ થઈએ
શા માટે? માતાનું દૂધ શ્રેષ્ઠ સંપૂર્ણ, પોષણયુક્ત અને નૈસર્ગીક આહાર છે જે સંપૂર્ણ સ્વચ્છ રોગપ્રતિકારક શક્તિવાળું બાળક માંગે ત્યારે તૈયાર, પચવામાં હલકું છે. ધાવણ લેતા બાળકને ઝાડા-ઉલ્ટી, ખાંસી, શરદી, કાનનો દુખાવો, ચૂંક, કબજિયાત વિગેરે રોગોનું પ્રમાણ ઓછું રહે છે. સ્તનપાન બાળક અને માતા વચ્ચે પ્રેમના સેતુ બાંધે છે તથા માતાને ગર્ભાશયના તથા સ્તન ના કૅન્સરના રોગ સામે રક્ષણ આપે છે. માતાના દૂધમાં રહેલા પોષકતત્વોની તુલનાએ તમામ બીજા પ્રકારના દૂધ તુચ્છ છે.

ક્યારથી: પ્રસુતિ પહેલા જ ધાવણ આપવાની પ્રબળ ઈચ્છા અને પોષ્ટીક આહાર રાખવો, પ્રથમ ત્રણ દિવસનું ધાવણ ગુણકારી છે. જેમાં ભારે પ્રમાણમાં રોગ પ્રતિકારક તત્વો હોઈ છે. સિઝેરિયન થયું હોય તો પણ જો માતા તંદુરસ્ત હોય તો નોર્મલ ડીલીવરીની જેમજ ધાવણ આપી શકાય। પ્રથમ 4 થી 6 કલાકમાં ધાવણ આપવાનું શરુ કરવું। નબળા કે અધૂરા માસે જન્મેલા બાળકોને પણ સમયસર ધાવણ એવું જોઈએ। સાકાર કે ખાંડ કે ગોળનું પાણી એવું હિતાવહ નથી.

કેવી રીતે: વારંવાર, માંગે તેટલીવાર, બંને બાજુ વારાફરથી, બેસીને , બાળક લે તેટલો સમય ધવડાવવું। તે પછી ઓડકાર આવે ત્યાં સુધી ખભે રાખીને બરડામાં ધીમે હાથે થપથપાવું ધાવણ લેતા લેતા જો બાળક વધારે સુઈ રહે તો ગાલ પાર પગના તળિયે હાથ ફેરવતા રેહવું દિવસ તથા રાતે જોઈએ તેટલું આપો, શરૂઆતમાં તો રાત્રે વધારે લે. ધીમે ધીમે દિવસે વધારે લેતું થઇ જશે

ધાવણ પૂરતું છે કે નહિ? તંદુરસ્ત માતા હંમેશા પૂરતું ધાવણ આપી શકે છે. જોડિયા બાળક હોય તો પણ પૂરતું દૂધ મળશે જો બાળક સંતોષથી લે, બરાબર ઊંઘે, બરાબર ઝાડો થાય તો વજન વધતું હોય તો માનવું કે ધાવણ પૂરતું છે. બાળક રડે તો એમજ માનવું નહિ કે ધાવણ ઓછું પડે છે. રડવાના બીજા ઘણા કારણો હોય છે. શરૂઆતમાં ધાવણ આપ્યા પછી તરત જ થોડો ઝાડો તે કુદરતી છે. દૂધ લીધા પછી થોડું દૂધ કાઢે અને જો વજન વધતું હોય તો ચિંતા કરશો નહિ. ત્રણ મહિને બધું સુધરી જશે જો એક બાજુ ધાવણ આપતા બીજી બાજુ દૂધ વહે તો ચોક્કસ પણે દૂધ પૂરતું આવે જ છે.

ક્યાં સુધી? પહેલા 4 થી 6 મહિના સુધી માત્ર માતાના દૂધ ઉપર જ રાખવું જેટલો વધારે સમય રહે તેટલું વધારે સારું 6 મહિના પછી ઉપરનો બીજો ખોરાક ચાલુ કરવો, પરંતુ એક વર્ષ સુધી ધાવણ આપવાનું તો ચાલુ જ રાખવું, નોકરીયા માતાઓ એ પણ ઘેર હોય તે સમય વધારે ધાવણ આપવું

ખાસ ધ્યાન રાખીએ

  • દરેક માતાએ પૂરતું ધાવણ આવે જ છે. “મને ધાવણ નહિ આવે કે નથી આવતું” એવો અવિશ્વાસ રાખવો નહીં
  • માતાના સામાન્ય રોગ જેવો કે તાવ, મેલેરિયા, ઝાડા, ઉલ્ટી, ખાંસી, શરદી વિગેરે ધાવણ આપવાથી બાધક નથી. તથા સામાન્ય રીતે વપરાતી દવાઓ ડોક્ટરની સલાહ મુજબ લઇ શકાય
  • ધાવણ વધારવાની કોઈ દવા નથી માતાની પ્રબળ ઈચ્છા વારંવાર ધવરાવવું તથા પૌષ્ટિક આહાર પૂરતો છે
  • પહેલી સુવાવડમાં દૂધ ના આવ્યું એટલે હવે પછીની સુવાવડમાં નહિ આવે તે માન્યતા ખોટી છે.
  • ધાવણ આપવાના સમયમાં કોઈ નિયમ નથી
  • માતાની ખોરાકથી દૂધમાં કોઈ ફેરફાર નથી. તંદુરસ્ત માતા પોતાને અનુકૂળ બધો જ ખોરાક લઇ શકે છે
  • જોડિયા નબળા, પ્રીમેચ્યોર તથા માંદા બાળકને પણ ખસ ધાવણ આપવું જોડિયા બાળકોમાં દૂધ ઓછું પડતું હોય ત્યારે બંને બાળકોને સરખા પ્રમાણમાં માતાનું તથા ઉપરનું દૂધ આપવું
  • જયારે પોતાના પહલે બાળકને ઉપરનું દૂધ બાટલીથી આપવું નહિ, તેમ કરતે તે ચોક્કસ ધવલ વેહલું છોડી દેશે જરૂર પડ્યે ચમચી- વાડકીથી જ આપવું
  • નબળા ચૂસી ન શકે તેવા બાળકને ધાવણ કાઢી નાખીને પ્લાસ્ટિકના વાસણમાં 4 થી 6 કલાક માટે રાખી શકાય છે. તેમાં કંઈ નુકશાન નથી.
  • સ્તન પાક્યું હોય ત્યારે બીજી બાજુ પણ ધાવણ ચાલુ રાખી શકાય છે

ખાસ પરિસ્થિતિઓ : નોકરી કરતી માતાઓ પણ શક્ય તેટલો લાંબો સમય માટેનું દૂધ જ આપે , પહેલા 4 મહિના તો ખાસ માત્ર માતાના દૂધ પર રેહવું, પછી માત્ર કામના સમયે જ ઉપરનું દૂધ આપવું માતા ” બ્રેસ્ટ પંપ” થી દૂધ કાઢીને રાખી શકે તથા ગેરહાજરીમાં તે દૂધ અપાય તમારા ડૉક્ટર ની સલાહ લઇ કેવી રીતે પંપ વપરાય છે તે શીખી લેવો। 1 વર્ષ સુધી પણ ઘેર હાજર હોય ત્યારે ધાવણ આપતા રેહવું જોઈએ વિકસિત શહેરોમાં ” બ્રેસ્ટ મિલ્ક બેંક” ની પણ સુવિધાઓ વિકસી રહી છે માતાને સામાન્ય રોગની દવાઓ લેવાતી હોય તો પણ ધાવણ આપવામાં વાંધો નહિ ગંભીર બીમારીઓ- કેન્સર, થાયરોઇડ વગેરેના રોગ હોય તો ડોક્ટરની સલાહ મુજબ ધાવણ બંધ કરવું પડશે દુખાવાની સાડી એન્ટિબાયોટિક્સ, બી। પી વિગેરેની દવા બાળકને નડશે નહિ. ધાવણ પાકીને ” બ્રેસ્ટ એબ્સેસ ” થાય તો તમારા ડૉક્ટર ની સલાહ લઇ સારવાર લેવી નીપલ ડ્રાય થઇ જાય તો તેના ક્રીમ વાપરી શકાય જોડિયા બાળકો હોય તો પણ શક્ય હોય ત્યાં સુધી માતાના દૂધનો જ આગ્રહ રાખવો

માતાનું દૂધ- કાચું સોનું : માતાના દૂધની અમૂલ્ય કુદરતી ભેટ બાળકને માતા દ્વારા મળે છે તેનું અવમૂલ્યન કરીને ગેરસમજથી કે ખોટી જાહેરાતોથી પ્રેરાઈને તમારા બાળકને આ અમૂલ્ય ભેટ વંચિત ન રાખવાની જવાબદારી ખાસ નિભાવીએ .