પ્રદૂષણ ધીમા ઝેર સમાન છે અને તે ધીમે અને સતત આપણા દેશમાં ફેલાઈ રહ્યું છે જેના કારણે લોકોનાં સ્વાસ્થ્ય પર ગંભીર સ્થિતિ સર્જાઈ રહી છે.
તારીખ, સ્થળઃ
ઝેરી હવાનું સ્તર એટલું ચિંતાજનક સ્તરે પહોંચ્યું છે કે જેનાથી પુખ્તો અને બાળકો માટે સૌથી મોટું જોખમ સર્જાઈ રહ્યું છે. વાયુ પ્રદૂષણ જેવા પર્યાવરણીય એક્સ્પોઝરના કારણે કાર્ડિયોવાસ્ક્યુલર,શ્વસન સંબંધિત રોગો અને મૃત્યુનો દર વધી રહ્યો છે. વિશ્વભરમાં લાખો લોકો અસરગ્રસ્ત છે અને ગંભીર એવી સ્વાસ્થ્ય સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ભારતમાં આ સ્થિતિની ગંભીરતા ફેફસાંનાં રોગોની વાત કરીએ તો પ્રથમ ક્રમે છે અને બ્રોન્કિયલ અસ્થમાના કારણે મૃત્યુ પામનારા લોકોની યાદીમાં ભારતમાં 14મા સ્થાને હોવાનું વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના રિપોર્ટમાં જણાવાયું છે. ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં 98 ટકા શહેરોમાં 1,00,000થી વધુ રહેવાસીઓ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન(હૂ)ની એર ક્વોલિટી ગાઈડલાઈન્સને અનુસરતા નથી એમ WHOve ગ્લોબલ અર્બન એર ક્વોલિટી ડેટાબેઝમાં જણાવાયું છે.
પરોક્ષ પ્રદૂષણ, આઉટડોર પ્રદૂષણ અને ઈનડોર પ્રદૂષણ એવા મહત્ત્વના પાસાઓ છે કે જે ભારતમાં અસ્થમાના કેસોની સંખ્યામાં વધારો કરે છે. જ્યાં સુધી પ્રદૂષણ પર અંકુશ નહીં આવે અને સચોટ સારવાર લેવામાં નહીં આવે ત્યાં સુધી અસ્થમા નિરંકુશ રહેશે. વાયુ પ્રદૂષકોની અસર ફેફસાંના સ્વાસ્થ્ય પર થાય છે જે પાર્ટિકલ્સના કદ અને સંયોજન, એક્સ્પોઝરના સમયગાળા, વય અને વ્યક્તિની તેના પ્રત્યેની સંવેદનશીલતા પર નિર્ભર રહે છે. સામાન્ય વાયુ પ્રદૂષકો શ્વસન પ્રણાલીને અસર કરે છે તે પાર્ટીક્યુલેટ મેટર (PM), નાઈટ્રોજન ડાઈઓક્સાઈડ (N02), સલ્ફર ડાઈઓક્સાઈડ (SO2), કાર્બન મોનોક્સાઈડ (SO) અને ઓઝોન (O3) છે. કેટલાક સંવેદનશીલ લોકો જેમકે નાના બાળકો, ગર્ભવતી મહિલાઓ, દર્દીઓ કે જેમને અગાઉથી કોઈ રોગ છે, વૃદ્ધજનો વગેરે કે જેઓને અન્ય લોકોની તુલનામાં પોલ્યુટન્ટ્સ પીએમના ફેલાવાથી કાર્ડિયો રેસ્પિરેટરી રોગો થવાનું જોખમ વધુ પ્રમાણમાં રહેલું છે.
વાયુ પ્રદૂષણના કારણે અસ્થમાના નવા કેસો ઉદભવી શકે છે, અગાઉથી રહેલા શ્વસન સંબંધિત રોગો વકરી શકે છે અને ફેફસાંના કેન્સર, Chronic Obstructive Pulmonary Disease સહિતનાં ક્રોનિક બીમારીમાં વધારા અને વિકાસમાં વધારો થઈ શકે છે.
વાયુ પ્રદૂષણ એ ગંભીર એવા પબ્લિક ઇમરજન્સી હેલ્થ પ્રોબ્લેમનું મુખ્ય કારણ છે.
મહત્ત્વના મુદ્દા
1) વિશ્વભરમાં શહેરી વિસ્તારોમાં રહેતા લગભગ 10માંથી 9 લોકો વાયુ પ્રદૂષણથી અસરગ્રસ્ત હોય છે.
2) પુખ્તોની તુલનામાં વાયુ પ્રદૂષણના કારણે બાળકોમાં ફેફસાંના સંપૂર્ણ વિકાસની ક્ષમતા ઘટવાનું વધુ જોખમ રહેલું છે.
3) વાયુ પ્રદૂષણના કારણે ફેફસાંની ક્ષમતા ઘટે છે અને બાળકોમાં અસ્થમાના હુમલા વધે છે.
વાયુ પ્રદૂષણો અને NO, SOH, PM (2.5)ના સંપર્કમાં આવવાથી ફેફસાંના કેન્સરનું નોંધપાત્ર જોખમ વધે છે.
4) WHOના અનુસાર, એર પોલ્યુશન સેકન્ડ હેન્ડ સિગરેટ સ્મોક કરતાં વધુ કાર્સિનોજેનિક છે.
5) પરંપરાગત ચુલા કે જે પ્રતિ કલાકે 400 સિગરેટ જેટલો ધુમાડો સર્જે છે.
1) અસ્થમા
2) COPD
3) રિકરંટ ફેફસાંનો ચેપ
4) ફેફસાંનું કેન્સર
સ્પાઈરોમેટ્રી ટેસ્ટ દ્વારા વ્યક્તિ તમારી ફેફસાંની ક્ષમતા તપાસી શકે છે અને તેના દ્વારા પ્રદૂષણથી ફેફસાંને અસર થઈ છે કે નહીં, તે પણ જાણી શકાય છે.
કઈ રીતે તે આપણા સ્વાસ્થ્યને અસર કરે છે?
1) તમારા વિસ્તારમાં દરરોજ એર પોલ્યુશન ફોરકાસ્ટ ચકાસો
2) જ્યારે પ્રદૂષણનું સ્તર વધારે હોય ત્યારે બહાર જવાનું ટાળો.
3) વધુ ટ્રાફિક હોય એવા સ્થળે કસરત કરવાનું ટાળો.
4) તમારા ઘરમાં ઇલેકટ્રીસિટીનો ઓછો વપરાશ કરો.
5) ચાલો, બાઈક ચલાવો અથવા કારપૂલ કરો.
6) લાકડા કે કચરો ન બાળો.
7) વધુને વધુ વૃક્ષો વાવો.
રોકથામ તમારાથી શરૂ કરો…
1) પાણી – સ્વસ્થ ફેફસાં માટે આવશ્યક છે.
2) ફેટ્ટી ફિશ – તેમાં ઉચ્ચ પ્રમાણમાં ઓમેગા-3 ફેટ્ટી એસિડ હોય છે.
3) સફરજન
4) જરદાળુ
5) બ્રોકોલી
6) પોલ્ટ્રી
7) અખરોટ
8) બીન્સ
પ્રદૂષક… એક મોટું કારણ!
પલ્મોનોલોજિસ્ટ ડો. કાશ્મીરા ઝાલા,
વાલીઓ અને દેખરેખ રાખનારા લોકોને ખાસ અપીલ કરે છે કે પ્રદૂષણમાં વધારો થવાની ગંભીરતા તેઓ સમજે અને સમયસર અસ્થમાને અંકુશમાં રાખવા માટે ઈનહેલેશન થેરાપીનો ઉપયોગ કરે. આ ઉપરાંત તમારા બાળક માટે ઉત્તમ સ્વરૂપની આ થેરાપી તેને જીવનમાં યોગ્ય વિકાસ માટે લાભદાયી નીવડશે. વાયુ પ્રદૂષણમાં વધારો તમામ માટે ચિંતાજનક છે અને તે રાષ્ટ્રિય ચિંતાનો વિષય પણ છે. અગાઉ જણાવ્યું તેમ જે લોકોને શ્વસન સંબંધિત બીમારી હોય તેમણે વાયુ પ્રદૂષણમાં યોગ્ય સાવધાની રાખવી જોઈએ. નીતિ ઘડવૈયાઓએ પણ સાથે મળીને આ સમસ્યાનો ઉકેલ લાવવા પ્રયાસ કરવા જોઈએ.
ડો. કાશ્મીરા ઝાલા
Reference
1. http://www.sakaaltimes.com/NewsDetails.aspx?NewsId=5165834616260826204&SectionId=5572949160527406506&SectionName=Health&NewsDate=20130912&NewsTitle=India%20reports%20highest%20absenteeism%20due%20to%20asthma%20in%20Asia-Pacific%20region:%20Study
2. http://www.attendanceworks.org/asthma-treatment-is-key-to-better-attendance/
3. http://onlinelibrary.wiley.com/doi/10.1111/j.1746-1561.1980.tb02079.x/abstract
4. http://archpedi.jamanetwork.com/article.aspx?articleid=351146
5. http://www.chop.edu/service/allergy/allergy-and-asthma-information/asthma-and-school.html