HomevernacularGujaratiWorld Kidney Day

World Kidney Day

વિશ્વભરમાં એક અંદાજ પ્રમાણે 850 મિલિયન લોકોને વિવિધ કારણોસર કિડનીના રોગો થતા હોય છે. લાંબા ગાળાનાં કિડનીના રોગો (CKD) પ્રતિ વર્ષ ઓછામાં ઓછા 2.4 મિલિયન લોકોનાં મૃત્યુનું કારણ બને છે અને આજે તે મૃત્યુનું સૌથી ઝડપથી વિકસતું છઠ્ઠું કારણ બન્યો છે.
આપને કદાચ ખ્યાલ હશે કે ક્રોનિક કિડની ડિસીસ 2040 સુધીમાં જીવન ગુમાવવાનું પાંચમું મુખ્ય કારણ બનવાની સંભાવના છે.
આથી, અમારૂં 2019નું થીમ ‘કિડની હેલ્થ ફોર એવરીવન એવરીવ્હેર’ છે, જેનો હેતુ વિશ્વભરમાં કિડનીના રોગોના વધતા બોજ અને કિડની સ્વાસ્થ્યમાં અસમાનતા અને વિવિધતા અંગે જાગૃતિ લાવવાનો છે.’
કિડનીના રોગોનાં લક્ષણો નહિવત હોય છે જે તમારા જીવનની ગુણવત્તાને મોટાપાયે અસર કરી શકે છે. જો કે કેટલાક સરળ ઉપાયો છે કે જેનાથી કિડનીના રોગોનું જોખમ ઘટાડી શકાય છે.
ફિટ અને સક્રિય રહો
ફિટ રહેવાથી તમારૂં બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ મળશે અને તેથી ક્રોનિક કિડની ડિસીસનું જોખમ પણ ઘટશે.
નિયમિત રીતે તમારા બ્લડ સુગરને અંકુશમાં રાખો
ડાયાબિટીસ ધરાવતા અડધોઅડધ લોકોને કિડનીમાં નુકસાન થતું હોય છે, તેથી ડાયાબિટીસ ધરાવતા લોકો માટે એ જરૂરી છે કે તેઓ તેમની કિડનીની કામગીરી ચકાસવા માટે નિયમિત રીતે ટેસ્ટ કરાવે અને સૌથી મહત્ત્વનું એ છે કે ડાયાબિટીક કિડની ડિસીસના વહેલા નિદાન માટે તેઓ યુરિન આલ્બુમીન અને ક્રિએટીનાઈનનું પ્રમાણ કેટલું છે તેની તપાસ કરાવે.
ડાયાબિટિસના લીધે કિડનીને થતુ નુકસાન ઘટાડી શકાય છે અથવા તો રોકી શકાય જો તેનું વહેલાસર નિદાન થાય. ડોક્ટરોની મદદથી બ્લડ સુગર લેવલ અંકુશમાં રાખવું અગત્યનું છે.
તમારા બ્લડ પ્રેશર પર નજર રાખો
અનેક લોકો એ જાણતા હોય છે કે હાઈ બ્લડ પ્રેશરના કારણે સ્ટ્રોક કે હાર્ટ એટેક આવી શકે છે પણ ખૂબ ઓછા લોકોને એ જાણ હોય છે કે તે કિડનીને નુકસાન કરતું સૌથી સામાન્ય કારણ છે.
બ્લડ પ્રેશરનું સામાન્ય લેવલ 120/80 છે. આ લેવલ અને 139/89 વચ્ચેનું સ્તર હોય તો તમે પ્રીહાઈપરટેન્સિવ છો એવું માનવામાં આવે છે અને તમારે જીવનશૈલી અને ખાનપાનની આદતોમાં ફેરફારને સ્વીકારવા પડે છે. 140/90 અને તેથી વધુના લેવલ પર હો તો તમારે તમારા ડોક્ટર સાથે તેના જોખમ વિશે ચર્ચા કરવી પડે અને નિયમિત રીતે તમારા બ્લડપ્રેશરને મોનિટર કરવું જોઈએ. હાઈ બ્લડપ્રેશર કિડનીને નુકસાન કરી શકે છે જ્યારે તે અન્ય પરિબળો જેમકે ડાયાબિટીસ, હાઈ કોલેસ્ટ્રોલ અને કાર્ડિયો-વાસ્ક્યુલર રોગો સાથે સંકળાય છે.
આરોગ્યપ્રદ આહાર લો અને તમારૂં વજન ચકાસતા રહો
આનાથી ડાયાબિટીસ, હૃદયરોગ અને ક્રોનિક કિડની ડિસિસને લગતી અન્ય સ્થિતિઓને રોકી શકાશે.
નમક (મીઠું) લેવાનું પ્રમાણ ઓછું કરો. પ્રતિદિન 5-6 ગ્રામ નમક (મીઠું) (લગભગ એક ટી સ્પૂન જેટલું) લેવાય તો તે યોગ્ય છે. નમક (મીઠું) ઓછું લેવાય એ માટે પ્રોસેસ્ડ ફૂડ અને રેસ્ટોરાંનું ભોજન લેવાનું ટાળો અને ભોજનમાં ઉપરથી નમક (મીઠું) ન ઉમેરો. જો તાજી સામગ્રી દ્વારા તમે જાતે ભોજન તૈયાર કરો તો નમકનું (મીઠું) પ્રમાણ ઓછું કરવું સરળ બની રહે છે. ન્યુટ્રિશન અને કિડની માટે અનુકૂળ ભોજન માટેની વધુ જાણકારી અને માહિતી અંગે તમારા ડોક્ટર સાથે ચર્ચા કરો.
સ્વાસ્થ્યપ્રદ પ્રવાહી લેવાનું રાખો
આપણે સારૂં સ્વાસ્થ્ય જળવાય એ માટે પરંપરાગત રીતે સલાહ અપાતી રહે છે કે 1.5થી 2 લિટર (3થી ચાર મોટા ગ્લાસ) પાણી દરરોજ પીવું જોઈએ.
ઓસ્ટ્રેલિયા અને કેનેડાના સંશોધકોના અનુસાર, ખૂબ પ્રવાહી લેવાથી કિડનીને શરીરમાંથી સોડિયમ, યુરિયા અને ટોક્સિન્સ દૂર કરવામાં મદદ મળે છે, જેનાથી કિડનીનાં રોગોનું (પથરી) પ્રમાણ ઘટે છે.
વધુમાં, એવા લોકો કે જેમને કિડનીમાં પથરી છે તેમણે દરરોજ 2થી 3 લિટર્સ પાણી પીવાનું સલાહભર્યુ છે, જેથી નવી પથરી થવાનું જોખમ ઘટી શકે છે.
ધુમ્રપાન ન કરો
ધુમ્રપાનથી કિડનીમાં લોહીનો પ્રવાહ ધીમો પડી જાય છે. જ્યારે કિડનીમાં લોહી ઓછું પહોંચે છે ત્યારે તેનાથી તેની યોગ્ય રીતે કામ કરવાની ક્ષમતામાં મુશ્કેલી થાય છે. ધુમ્રપાનના લીધે કિડનીનું કેન્સર થવાનું જોખમ 50 ટકા સુધી વધી જાય છે.
નિયમિત રીતે ઓવર ધ કાઉન્ટર દવાઓ ન લો.
સામાન્ય દવાઓ જેમકે નોન-સ્ટેરોઈડલ એન્ટી ઈન્ફ્લેમેટરી દવા જેમકે આઈબ્રુફેન નિયમિત લેવામાં આવે તો કિડનીને નુકસાન કરવા માટે અને તેને લગતા રોગો થવા માટે જાણીતી છે.
જો તમારી કિડની સ્વસ્થ હોય અને તમે માત્ર ઈમર્જન્સી વખતે જ આવી દવાઓનો ઉપયોગ કરો તો તેનાથી કિડનીને કોઈ નોંધપાત્ર હાનિ થવાનો ભય નથી પરંતુ જો તમને ક્રોનિક પેઈન જેમકે આર્થરાઈટીસ કે બેક પેઈન થતું હોય ત્યારે તમારા ડોક્ટરની સલાહ લો અને તમારી કિડનીને જોખમમાં મૂક્યા વિના એ પીડાને અંકુશિત કરવાના ઉપાયો શોધો.
જો તમને એક કે વધુ ‘વધુ જોખમી’ પરિબળો હોવાનું લાગે તો તમારી કિડનીની કામગીરી અંગે તપાસ કરાવવી જોઈએ.

  • આપને ડાયાબિટીસ હોય
  • આપને હાયપરટેન્શન હોય
  • તમે સ્થૂળ હો.
  • માતાપિતામાંથી કોઈને કે અન્ય કોઈ પરિવારજનને કિડનીનો રોગ હોય
  • તમે આફ્રિકન, એશિયન કે આદિવાસી મૂળના હો.

સામાન્ય ટેસ્ટ કિડની માટે

  • યુરિન રૂટિન
  • સીરમ ક્રિએટીનાઈન
  • સોનોગ્રાફી (KUB)
  • યુરિન આલ્બ્યુમીન / ક્રિએટીનાઈન રેશિયો
Avatar
Verified by Apollo Doctorshttps://www.askapollo.com/
8000+ Top doctors Associated and Apollo Hospitals is continuosly ranked as No1 Multispecialty Hospitals in India with best in class treatments for Cancer, Knee replacements, Liver Transplant, Heart, Diabetes, Kidney.
Previous articleTB Day 2020 Update
Next articleAll About Wheat Allergy
Quick Appointment
Most Popular

Breast Cancer: Early Detection Saves Lives

Do Non-smokers Get Lung Cancer?

Don’t Underestimate the Risk: The Truth About Sudden Cardiac Arrest in Young People

Life after One Year Coronary Artery Bypass Graft (CABG) Surgery: A Journey of Recovery and Renewed Health.

Book ProHealth Book Appointment
Request A Call Back X
52.172.5.58 - 1