PCOS

Do not ignore your symptoms!

Find out what could be causing them

Start Accessment

પોલીસિસ્ટિક ઓવરી સિન્ડ્રોમ (PCOS) : તે શું છે અને તેનો કઈ રીતે ઈલાજ થઇ શકે છે ?

PCOS શું છે?

PCOS મહિલાઓની સૌથી સામાન્ય અને ગેરસમજણયુક્ત આરોગ્ય સમસ્યાઓમાંની એક છે. તે એન્ડ્રોજન્સ, ઈન્સ્યુલિન્સ અને પ્રોજેસ્ટેરોન સહિતના હોર્મોન્સનું અસંતુલન છે.
તેના લક્ષણો અન્ય મહિલા સંબંધિત આરોગ્ય સમસ્યાઓને મળતા આવે છે જેના કારણે PCOS નું નિદાન ઘણીવાર થઈ શકતું નથી. સંશોધનોમાં એ નિશ્ચિત થઈ શક્યું નથી કે PCOS ના કારણો કયા છે પરંતુ તેમાં આશંકા વ્યક્ત થઈ છે કે તે જનીનો અને વાતાવરણના સંયોજનના કારણે હોઈ શકે છે. PCOS મહિલાઓને તેમના ગર્ભધારણ સમય (15થી 44 વર્ષની વય)માં અસર કરે છે. 2.2થી 26.7 ટકા મહિલાઓ ગર્ભધારણ વયજૂથની હોય છે જેમને PCOS ની સમસ્યા હોય છે. PCOS અવેરનેસ એસોસીએશનના અંદાજ પ્રમાણે 10માંથી 1 મહિલાને PCOS હોઈ શકે છે કે જે સ્તન કેન્સર, રુમેટોઈડ આર્થરાઈટીસ, મલ્ટીપલ સ્કેલેરોસિસ અને લ્યુપસની સમસ્યા કરતાં વધુ જોવા મળી શકે છે.
અને ચિંતાની વાત એ છે કે અનેક મહિલાઓ કે જેમને PCOS છે પણ તેમને તેના વિશે જાણ જ હોતી નથી. લગભગ 50 ટકાથી ઓછી મહિલાઓમાં યોગ્ય નિદાન થતું હોય છે. તેમાં ઘણી બધી મહિલાઓ આની સારવારથી વંચિત રહી જાય છે.

PCOS ના લક્ષણો શું હોય છે?

PCOS એ એવું સિન્ડ્રોમ કે લક્ષણોનું ગ્રૂપ છે કે જે ઓવરીઝ અને ઓવેલ્યુશનને અસર કરે છે. તેની મુખ્ય 3 બાબતો આ છેઃ

  • અંડાશયમાં સિસ્ટ
  • નર હોર્મોન્સનું ઉચ્ચ સ્તર
  • અનિયમિત પિરિયડ કે તેનો અભાવ

PCOS ના સામાન્ય લક્ષણો

  • અનિયમિત માસિકસ્ત્રાવ
  • માસિક સ્ત્રાવનો અભાવ
  • અવારનવાર માસિકસ્ત્રાવ ન આવવું
  • ખૂબ વધુ પડતો માસિક સ્ત્રાવ
  • વાળ નો વધારે જથ્થો
  • ચહેરો અને છાતી જેવા સ્થાનો પર વધુ પડતા પુરૂષોની જેમ વાળનો જથ્થો વધવો
  • ખીલ
  • સ્થૂળતા કે વજન ઘટાડવામાં તકલીફ
  • પેલ્વિકમાં પીડા
  • એક્નેથોસિસ માઈગ્રન્સ તરીકે ઓળખાતા ત્વચા પરના ઘટ્ટ ડાઘ કે જેમાં ત્વચા વેલવેટ જેવી જાડી હોય.
  • વંધ્યત્વ

PCOS કઈ રીતે તમારા શરીરને અસર કરે છે ?

સામાન્ય કરતાં વધુ એન્ડ્રોજનના સ્તરથી તમારી ફળદ્રુપતા અને તમારા આરોગ્યના અન્ય પાસાઓને અસર થાય છે.

વંધ્યત્વ

મહિલાઓ કે જે નિયમિત રીતે પૂરતી સંખ્યામાં અંડકોષો અંડાશયમાંથી મુક્ત કરી શકતી નથી તેવી મહિલાઓમાં વંધ્યત્વના અનેક કારણોમાંનું PCOS એક છે.

મેટાબોલિક સિન્ડ્રોમ

લગભગ 40-80 ટકા મહિલાઓ કે જેમને PCOS હોય છે તેનું વજન વધુ હોય છે અથવા તેઓ સ્થૂળ હોય છે. સ્થૂળતા અને PCOS બંને તમારામાં આ મુજબ જોખમ માં વધારો કરે છે : હાઈ બ્લડ સુગર, હાઈ બ્લડપ્રેશર, Low HDL(ગૂડ) કોલેસ્ટ્રોલ અને High LDL(બેડ) કોલેસ્ટ્રોલ.
બધા પરિબળો સાથે મળે તેને મેટાબોલિક સિન્ડ્રોમ કહે છે અને તેનાથી હૃદયરોગ, ડાયાબિટીસ અને સ્ટ્રોકનું જોખમ વધે છે.

સ્લીપ એપ્નિયા

જે મહિલાઓ વધુ વજન ધરાવે છે અને ખાસ કરીને એવી મહિલાઓ કે જેને PCOS છે એવી મહિલાઓમાં સ્લીપ એપ્નિયા સૌથી સામાન્ય હોય છે. સ્લિપ એપ્નિયાનું જોખમ PCOS ન હોય એવી મહિલાઓ કરતાં PCOS ધરાવતી સ્થૂળ મહિલાઓમાં 5થી 10 ગણું વધારે રહે છે.

એન્ડોમેટ્રીઅલ કેન્સર

અંડકોષ મુક્ત થતી વખતે ગર્ભાશય શેડ બનાવે છે. જો તમે દર મહિને અંડકોષો મુક્ત ન થતા હોય તો લાઈનીંગ વધુ બને છે. ગર્ભાશયમાં જાડી લાઈનીંગથી તમારૂં એન્ડોમેટ્રિયલ કેન્સરનું જોખમ વધે છે.

ડિપ્રેશન

PCOS થી પીડાતી મહિલાઓને ડિપ્રેશન અને ચિંતાનો અનુભવ હોર્મોનલ ફેરફારના કારણે થાય છે. વણજોઈતા વાળ વધવા અને ખીલ તમારી લાગણીઓને નકારાત્મક રીતે અસર કરે છે.

PCOS નું નિદાન કઈ રીતે થઈ શકે છે ?

ડોક્ટરો સામાન્ય રીતે PCOS નું મહિલાઓમાં નિદાન કરે છે તેમાં આ ત્રણ લક્ષણોમાંથી ઓછામાં ઓછા બે લક્ષણો હોવા જોઈએ.

  • એન્ડ્રોજનનું ઉચ્ચ સ્તર
  • માસિક ચક્ર અનિયમિત હોવું
  • અંડાશયમાં સિસ્ટ
  • ખીલ, ચહેરા અને શરીર પર વાળ વધવા અને વજન વધવું જેવા લક્ષણો જુઓ.

પેલ્વિક પરીક્ષણ કે જેથી અંડાશય અને ગર્ભાશયમાં કોઈ તકલીફ હોય તો ખ્યાલ આવે.
વિવિધ હોર્મોન લેવલ્સ અને એન્ડ્રોજનના ઉચ્ચ સ્તર માટે બ્લડ ટેસ્ટ્સ. કોલેસ્ટ્રોલ, ઈન્સ્યુલિન અને ટ્રાઈગ્લિસરાઈડસ માટેના બ્લડ ટેસ્ટથી તમારા માટે હૃદયરોગ અને ડાયાબિટીસનું જોખમ કેવું છે તેનું મૂલ્યાંકન કરી શકાય છે. અલ્ટ્રા સાઉન્ડ પેલ્વિસ કે જેનાથી ઓવરિઝમાં અનેક સ્મોલ ફોલિકલ્સ ને જોઈ શકાય છે અને ગર્ભાશયમાં લાઈનીંગની થીકનેસ જોઈ શકાય છે.

ગર્ભાવસ્થા અને PCOS

PCOS સામાન્ય માસિક ચક્રમાં ખલેલ પહોંચાડે છે જેથી ગર્ભ ધારણ કરવામાં મુશ્કેલી પડે છે. PCOS ધરાવતી 70-80 મહિલાઓમાં ફળદ્રુપતાની સમસ્યાઓ હોય છે.
આ સ્થિતિના લીધે ગર્ભાવસ્થામાં કોમ્પ્લિકેશન્સનું જોખમ વધે છે. PCOS ધરાવતી મહિલાઓમાં પ્રિમેચ્યોર ડિલિવરી, પ્રી-એક્લેમ્પ્સિયા, ગર્ભપાત, હાઈ બ્લડપ્રેશર અને ગેસ્ટેશનલ ડાયાબિટીસનું ખૂબ વધુ જોખમ રહે છે.

PCOS ના ઈલાજ માટે આહાર અને જીવનશૈલી

PCOS માટેની સારવાર જીવનશૈલીમાં ફેરફાર જેમકે વજન ઘટાડવું, આહાર અને કસરતથી શરૂ થાય છે.
તમારા શરીરનું વજન માત્ર 5થી 10 ટકા વજન ઘટાડવાથી તમારા માસિક ચક્રને નિયમિત કરી શકો છો અને PCOS ના લક્ષણોમાં સુધારો લાવી શકો છો. વજન ઘટવાથી કોલેસ્ટ્રોલ સ્તરમાં સુધારો થાય છે, ઈન્સ્યુલિન ઘટે છે અને હૃદયરોગ અને ડાયાબિટીસનું જોખમ ઘટે છે. કેટલાક અભ્યાસોમાં જોવા મળ્યું છે કે સપ્તાહમાં ઓછામાં ઓછા 3 દિવસ મધ્યમ સ્તરની તીવ્રતા સાથેની કસરત ઓછામાં ઓછી 30 મિનિટ કરવામાં આવે તો તેનાથી PCOS ધરાવતી મહિલાને વજન ઘટાડવામાં મદદ મળે છે, કસરતની સાથે વજન ઘટવાથી ઓવ્યુલેશન માં સુધારો થાય છે અને ઈન્સ્યુલિન સ્તરમાં સુધારો થાય છે. ડાયેટ સાથે કસરતથી તમને વધુ વજન ઘટાડવામાં મદદ મળે છે જે તેમાંથી કોઈ એકનો ઉપયોગ કરતાં વધુ લાભ આપે છે.

સામાન્ય મેડિકલ ટ્રીટમેન્ટ

બર્થ કંટ્રોલ પિલ્સ અને અન્ય દવાઓથી માસિક ચક્ર નિયમિત કરવામાં મદદ કરે છે અને વાળ વધવા અને ખીલ જેવા PCOS લક્ષણોનો ઈલાજ કરે છે.

બર્થ કંટ્રોલ પિલ્સ

એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટીન દરરોજ લઈને ઓવ્યુલેશન સામાન્ય હોર્મોન સંતુલન પુનઃસ્થાપિત , નિયમિત ઓવ્યુલેશન, વાળ વધવા જેવા લક્ષણોમાં રાહત, અને એન્ડોમેટ્રીઅલ કેન્સરથી સુરક્ષા મેળવી શકાય છે. આ હોર્મોન્સ એક ગોળીમાં, પેચ કે વેજિનલ રિંગમાં હોય છે.

મેટફોર્મિન

મેટફોર્મિન એક એવી દવા છે કે જે ટાઈપ 2 ડાયાબિટીસનો ઈલાજ કરવામાં થાય છે. તેનાથી PCOS નો ઈલાજ ઈન્સ્યુલિન સ્તર સુધારીને થઈ શકે છે.

ક્લોમોફીન અને લેટ્રોઝોલ

આ ફર્ટિલિટી દવાઓ છે કે જેનાથી PCOS મહિલાઓમાં ગર્ભ ધારણ કરવા માટે ઓવ્યુલેશન માં મદદરૂપ થાય છે. જો કે તેમના ટ્વિન્સ કે મલ્ટીપલ બર્થનું જોખમ વધે છે.

એન્ટીએડ્રોજન દવાઓ

Eflornithine(વેનિકા) ક્રીમ કે જે એક દવા છે જે તમારા વાળના ગ્રોથને ધીમો કરે છે, બર્થ કંટ્રોલ પિલ્સ, સ્પાઈરોનોલેક્ટોન અને Cyproterone Acetate એ દવાઓ છે જેનાથી એન્ડ્રોજન સ્તર અને વાળનો ગ્રોથ ઘટે છે. લેસર હેર રિમુવલ અને ઈલેટ્રોલાઈસીસ થી તમારા ચહેરા અને શરીર પર વણજોઈતા વાળથી મુક્તિ મેળવી શકાય છે.

સર્જરી

જો અન્ય સારવાર કામ ન કરે તો લેપરોસ્કોપિક ઓવારીયન ડ્રિલિંગ કરવામાં આવે છે કે જેનાથી નાના છિદ્ર ઓવરીમાં LASER કે MONOPOLAR કોઉટ્રી નીડલથી કરવામા આવે છે અને સામાન્ય ઓવ્યુલેશન સ્થાપિત કરવામાં આવે છે.

ડોક્ટરને ક્યારે મળવું

તમારા ડોક્ટરને મળો જોઃ

  • તમને પિરિયડ ન આવ્યું હોય અને તમે ગર્ભવતી ન હો.
  • તમને ચહેરા કે શરીર પર વાળનો ગ્રોથ જેવા PCOS ના લક્ષણો જોવા મળે.
  • તમે 12 મહિનાથી વધુ સમય માટે ગર્ભાવસ્થા માટે કોશિશ કરી હોય પણ સફળતા ન મળી હોય.
  • તમને જો ડાયાબિટીસના લક્ષણો જેમકે વધુ તરસ લાગવી કે ભૂખ લાગવી કે દૃષ્ટિ ધૂંધળી થવી કે વજન ખૂબ ઘટવું.
  • જો તમને PCOS હોય તો તમારે તમારા ડોક્ટરની નિયમિત મુલાકાત લેવી જોઈએ. તમારે નિયમિત રીતે ડાયાબિટીસ, હાઈ બ્લડસુગર અને અન્ય સંભવિત કોમ્પ્લિકેશન્સ માટે તપાસ કરાવવી જોઈએ.

PCOS નું નિદાન ઘણીવાર થતું નથી પણ આ ડિસઓર્ડરની ઓળખનો પ્રવાહ હવે વધુ મહિલાઓમાં જોવા મળી રહ્યો છે તેમનું નિદાન થઈ રહ્યું છે અને સારવાર કરવામાં આવી રહી છે. એ મહત્ત્વનું છે કે લોકો આ ડિસઓર્ડરથી જાગૃત બને અને સમજે કે જો સારવાર ન થાય તો PCOS ના લીધે લાંબા સમયે અનેક પ્રકારની આરોગ્ય સમસ્યાઓ થઈ શકે છે.

Read more : PCOD

Previous articleNursing Day
Next articlePollution
Quick Appointment
Most Popular

Breast Cancer: Early Detection Saves Lives

Do Non-smokers Get Lung Cancer?

Don’t Underestimate the Risk: The Truth About Sudden Cardiac Arrest in Young People

Life after One Year Coronary Artery Bypass Graft (CABG) Surgery: A Journey of Recovery and Renewed Health.

Book ProHealth Book Appointment
Request A Call Back X
52.172.5.58 - 1